Tuesday, 11 April 2017

ગઝલ

શીત ચાદર રાતની, કેમ કરી ખાળું હવે,
આવને સપનામાં , હું તને સંભાળું હવે!

બહુ આટીઘુંટી કરી, ને કેવો થાકી ગયો!
શું ઉકેલી શકાય,  પ્રેમ તણું જાળું હવે?

જો શરૂઆત છે, રાત આખી બાકી છે  ,
લાવતો જાતને એકલતામાં ઢાળું હવે !

સ્વપનની ક્ષિતિજે,રાહ જોઈ ઊભો છું;
લાવ જલ્દી તુંય પણ રાતનું તાળું હવે !

અલાયદી મજા છે સ્વપ્નની ને રાતની;
એટલે રોજ હું કેવું સવારને ટાળું હવે !
હિમાંશુ મેકવાન
૦૯.૦૪.૧૭

No comments:

Post a Comment