Sunday, 9 April 2017

ગઝલ

ચાલે છે જમીનથી  બે પગ  અધર માણસ બદલાઈ  ગયો
પૈસા થી થઈ  ગયો છે જણ  સધર માણસ બદલાઈ  ગયો

મસ્ત બની  ફરે  દર દર  એતો દિવાનગી ના  મદહોષ માં
મંદિર માં  પ્રભુને સમજે છે  પથ્થર માણસ બદલાઈ  ગયો

બંગલા બનાવી મોટા ઝુલે  હીચકા માં જણ   કેવો  એકલો
માબાપ ને વૃદ્ધાશ્રમની બતાવે ડગર માણસ બદલાઈ ગયો

હેત પ્રેમ ને લાગણી મુકી દીધા છે ગીરવે આજ  આદમીએ
મકાન માં રહે છે બધા  સ્નેહ વગર માણસ બદલાઈ  ગયો

કિતાબ કલમ ને ચોપડી હાથ  લીધાને વરશો  વીતી  ગયા
હવેતો હાથમાં રાખે છે રોજ ખંજર  માણસ  બદલાઈ  ગયો

આવકારો મીઠો મહેમાન તણો ભૂતકાળ  આજ બની  ગયો
આવકાર”મૌન”બની ભટકે છે દર-દર માણસ બદલાઈ ગયો
                                વિનોદ બી.ગુસાઈ”મૌન”

No comments:

Post a Comment