Sunday, 9 April 2017

ગઝલ

****અછંદાસ*****

દૂરથી પડકારતોસાદ કેમ વિસરાઇ ગયો?
શું તમને એ મારો સંગાથ ભૂલાઈ ગયો?

પળેપળ વહેતા પવનને કહું છું વારેવારે
ઊભો રહે ચિઠ્ઠી આપી દેજે!છતાંય વહી ગયો?

ખૂલતાં બારીના કાચમાંથી તમને જોતો હતો હું
હવે એ બારીનો કાચ પણ ઘસાઇ ગયો!

મારી નજરનો તખ્તો હું તમારા પર માંડીને બેસતો;
તમે ન મળ્યાને એ તખ્તો વીંખાઇ ગયો.

વરસાદમાં તમારા પલળેલા પાલવના રુપ જોવા
હવે હું શેરીમાં નીકળતો બંધ થઇ ગયો.

આપણા મજાકની રસમ જ્યાંથી ખતમ થઇ ગઇ,
બસ ત્યાંથી  જ મારા દિલનો ધબકાર બંધ ઈ ગયો.

~ નીલ કુંભાણી

No comments:

Post a Comment