Sunday, 9 April 2017

છંદ

*છંદ :- શાર્દૂલવિક્રિડિત*

*શ્રી નલીન સૂચક સાહેબનાં ચિત્ર પરથી સ્ત્રીનું સૌંદર્ય વર્ણન*


મ્હેકે  છે   ગજરો વને પવનમાં,  લાગે બગીચા તણું,
શોભે છે લલના દિસે મૃદુલ શી, કેફી તણી આંખથી,

હોઠોથી  મદિરા લગે છલકતી,  જો સ્મિત રેલાવતી,
ઢાળે  રે  ઢળતાં લગે ઉરજથી,  મોહી  રહી મેનકા,

આકાશી  રૂપનાં  વસ્ત્ર નિખરતાં, ઓઢે ધરા આભને,
સૌષ્ઠવે લગતી છટા તન તણી,અંગો મહીં જ્વાળ છે.

- ભાવિન દેસાઈ 'અકલ્પિત'

No comments:

Post a Comment