Tuesday, 25 April 2017

ગઝલ

પ્રિયતમા ને લખવા કાગળ કોણ જાણે કેટલુ ભણ્યો
રિસામણા મનામણા મા તુ જ કેમ નાપાસ પડયો

પ્રેમના એક બુંદ માટે તુ કેટકેટલુ કરગર્યો
લાગણી કેરી તરસ મા તુ નફરતના સાગરમા ડુબી મર્યો

આટલા વ્હાલની વચ્ચે પણ તારો પ્રેમ તેને ઓછો પડયો
લે હવે કર વાત આજે તુ જ કેમ ભોઠો પડયો

ફુલો કેરા બાગ મા તુ ગુલાબ માટે જ મરી પડયો
નફરત ના ઝેરી કાંટાઓએ તને ખુબ હેરાન કર્યો

વાત તારી જાણી 'અંદાજ' પણ જોને રડી પડયો
પ્રિયતમા ને લખવા કાગળ કોણ જાણે કેટલુ ભણ્યો
                      - ધવલ ભિમાણી 'અંદાજ'

No comments:

Post a Comment