ગુરુવારી,,,હાજરી,,,,તા..૨૭/૦૪/૧૭
---------
છંદ :ગાગાલગા ,લગાગા,ગાગાલગા,લગાગા
-----------
સંબંધ સાચવી ને જીવ્યા હતા ,તમે તો !
શ્રધ્ધા તણા ઉજણથી તાવ્યા હતા,તમે તો !
ધીમી પડી હશે સરગમ જીવતર તણી જો
તોયે નયન ઝરુખે આવ્યા હતા, તમે તો !
આ દેહમાં શું કામણ રાખ્યું હશે ખુદાએ ?
એની કલા થકી તો ફાવ્યા હતા, તમે તો !
આ સ્નેહમાં સમાયા માયા તણા બન્ધનો;
સમ્યક નજર વડે સોહાવ્યા હતા, તમે તો !
સીઘે રસ્તે મળે છે ક્યાં આવાસ તમારો ?
નકશા ફુલો તણા ચિતરાવ્યા હતા,તમે તો !
***સ્વરચિત
****રમણ પરમાર
ભાવનગર
No comments:
Post a Comment