Wednesday, 10 May 2017

ગઝલ

તમને સમય નથી અને મારો સમય નથી ,
કોણે કહ્યુ કે આપણી વચ્ચે પ્રણય નથી.

રોકી રહી છે તમને તમારી શરમ અને,
મારા સિવાય મારે બીજો કોઇ ભય નથી.

વિસરી જવુ એ વાત મારા હાથ બાર છે અને,
યાદ રાખવુ એ તમારો વિષય નથી.

હુ ઇંતજાર મા ને તમે હો વિચારમાં,
એ તો છે શરૂઆત કૈ આખર પ્રલય નથી.

બાપુભાઇ ગઢવી

No comments:

Post a Comment