પ્રેમનો નીચોડ છે જો આ ગઝલ
ને લજ્જાનો છોડ છે જો આ ગઝલ
બેઠું એક પતંગિયું ફળીયે જરા
ફૂટતો કમ્ખે કોડ છે જો આ ગઝલ
છે હથેળીમાં સ્પર્શનો દરિયો સુન્ન
હોઠ પર શું મરોડ છે જો આ ગઝલ
છે તમારે મન શબ્દોના ઝાંઝવા
મારે મન રણછોડ છે જો આ ગઝલ
મેં મુંકી છે કુકરી સ્વાસોની ખુલ્લી
જીવના સૌ તોડ છે જો આ ગઝલ
શૈલેશ પંડ્યા ...
No comments:
Post a Comment