Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
મહોરા સઘળા અલોપ થયા ને અસલી ચહેરા પ્રગટ થયા
દેખાય ભલેને અલગ થલગ ભીતર એક અંતર ઘટ થયા
વચનો ની આપ લે વગર જ વિનિમય હેતના ઝટપટ થયા
ગંગાજમના થઈ ચાર આંખો તો તીર્થ ખુદ અંતરપટ થયા
"પરમ"નીર આંસુના ઉછળી "પાગલ"પ્રેમના પનઘટ થયા
No comments:
Post a Comment