Sunday, 14 May 2017

ગીત

...માતૃ દિવસની મંગલ કામના..
..................................................
.................મધર ડે......................
....છે મધરડે માને યાદ કરીલે..
.................................................
અમારી પ્રગતિ નો પાયો માતા
સોદા સુખદા શીતળ છાંયો માતા
બધા છોરુડાનો પડછાયો માતા
એક ઇશ્વરી ઇષ્ટ ઓછાયો માતા
તું પ્રભાતનો પીળો પ્રકાશ માતા
તું શંધ્યાનો શીળો ઉજાસ માતા
સુધ્ધ સ્નેહ ભરેલ સુવાસ માતા
રહે હરદમ અમારી ચોપાસ માતા
તારી પાંપણ પ્રેમ ભરેલી માતા
તુંછો અખંડ આનંદ હેલી માતા
તને પ્રભુ એ પ્રેમે નીમેલી માતા
તું તો બધા બાળક ની બેલી
માતા
શાંત સુખી જીવનનો સાર માતા
આખા કુટુંબ નો તું આધાર માતા
લોભ લા સામને મારનાર માતા
તું છો દીલની બહુ ઉદાર માતા
તું ભાવ ભકિત નો ભંડાર માતા
તારી આંખમાં અમૃત ધાર માતા
તું ગમને ગળી જનાર માતા
સુખ શાંતિ સદાય દેનાર માતા
તે ધિરજ ઉરમાં ધરી માતા તારા ભીતર હામ ભરેલી માતા
તારે પ્રભુ થી પુરણ પ્રિતી માતા
તારા જીવવા ની અનોખી રીતની માતા
સત્ય વાણી અને શુધ્ધ નીતી માતા
આંબાલાલ તું મમતા ની મુર્તિમાતા
મારી માત તું મમતા ની મુર્તિ માતા

No comments:

Post a Comment