ચાલ એકબીજા ને મળી લઇ એ,
હાથમાં ઝાલી હાથ,
હસતાં-રમતાં ,ખેલતાં-કૂદતાં,
નદી-નાળા, તળાવ કાંઠે,
વનવનડા ની વાટ વિહરતા ....ચાલ....
જીવન ની આ કંટક કેડી,
શૂરાઓએ સૂરતાથી ઝીલી,
કંટક માં ગુલાબ થઇ ને ,
ફોરમ સધળે ફેલાવતા.....ચાલ....
પરોઢ નુ તો કુમળું કિરણ,
મધ્યાહ્ને તપતા ,તુ..તુ..મૈં..મૈં..
હું.. હું..હુ.. હું.. ના ફંદા માં,
સંતાકૂકડી રમતા રમતા.... ચાલ....
લેણદેણ ની પ્રિત પૂરાતન,
કણકણમાં ચૂકવતા જઇએ,
પ્લસ- માઇનસ, નફા-ખોટ માં
ઝીરો બેલેન્સ થતાં થતાં... ચાલ...
હાથમાં ઝાલી હાથ 'ઉષા',
પરોઢ બની ખીલી જઇએ,
હસતા-રમતા ,ખેલતાં-કૂદતાં
મળે તેને માણી લઇએ.... ચાલ...
જાદવ ઉષા.... મોરબી.
No comments:
Post a Comment