*મા*
મા ના ખોળામાં પ્રગટે છે ફૂલ ત્યારે,
સ્નેહ,પ્રેમ,વાત્સલ્ય માટે
તત્પર હોય છે."મા".
સઘળું વેઠીને પણ,
પોતાના વ્હાલ સોયાને,
ઓછપ ન આવે ત માટે
સધ્ધર હોય છે,"મા".
દુનિયા સવેૅ દુ:ખોને ,
દૂર કરવા માટે,
મુસીબતો સામે બાથ ભીડનાર
પથ્થર હોય છે"મા".
કેડીએ પગ માંડતાં મળતાં
સવેૅ સુખોને,
યાદ કરીએ તો સૌથી
અધ્ધર હોય છે,"મા".
"નારીથી નારીનું અપમાન"
કડવું સત્ય છે
"કસક",
પણ,સંબંધોને સુવાસિત કરતું
અત્તર હોય છે,"મા".
-સંદિપ પટેલ"કસક"
No comments:
Post a Comment