Sunday, 14 May 2017

ગઝલ

રૂપિયાથી જ દુનિયા ચાલે ભલા,
પ્રેમ,સત્ય,અહિંસા તેના પડછાયા બની ચાલે ભલા,

ઇમાનદારો ઉપર બેઈમાનો થયા હાવી,
ચોર લૂંટારાની બોલબાલા ભલા.

ગરીબોને એક ટંકના ફાંફા હોય,
સાહુકારની થાળીમાં ભાત ભાતના ભોજન હોય ભલા.

દુનિયાતો પુરપાટ ઝડપે ચાલ્યેજ રાખે,
જિંદગીની મજા માણવાની કિયા હોય ભલા.

હાથમાં મોબાઈલને દેશ-દુનિયા તમારા આંગણે,
પાડોસમાં કોણ રહે તેની ચિંતા કિયા હોય ભલા.

મધર્સ ડે ભલેને હોય હું તો ફ્રેન્ડ્સ સાથે હોય ભલા,
"અઝીઝ" આજે દુનિયા રૂપિયાથી ચાલે ભલા.

ભાટી એન "અઝીઝ"

No comments:

Post a Comment