Sunday, 14 May 2017

ગઝલ

ગઝલ :- મહોબ્બત થઇ ગઇ.
-------------------
રોજ તમને જોઇ લેવાની જ આદત થઇ ગઇ.
શું કહું હૂં આપથી મુજને મહોબ્બત થઇ ગઇ.

કામ કંઇ કરવા નથી દેતો ચહેરો આપનો ,
દ્રષ્ટિમાં ઘૂમ્યા કરો છો ,કેવી હાલત થઇ ગઇ.

આપનું આ સ્મિત મુજને કેટલું ગમતું ભલા ,
રોજ સામે આવવાની એટલે લત થઇ ગઇ.

કેટલું કામણ ભર્યું છે ,આપની આ આંખમાં ,
એ નશો મુજને ચડાવે , એમ ચાહત થઇ ગઇ.

બોલવાનું મન હતું પણ કાંઇ ના બોલી શકયો ,
એટલે તો આ ગઝલ મુજ પ્રેમ બાબત થઇ ગઇ.

લાખ ભવ કુરબાન છે બસ, આપના આ પ્રેમ પર ,
આપની આંખો  'ધમલ' સાચે જ જન્નત થઇ ગઇ.

            -- દેવેન્દ્ર ધમલ

No comments:

Post a Comment