Wednesday, 10 May 2017

ગઝલ

આંખમાં જેની તિખારો જો ભડકતો હોય છે
આભમાં થઈને સિતારો એ ચમકતો હોય છે

હ્રદયમા સંતોષનો સાગર છલકતો હોય છે
જિંદગીમાં એ જ તો હરદમ મલકતો હોય છે

લાગતો જે પ્રશ્ન દરિયા જેમ મોટો હોય છે
શાંત મનથી જો વિચારો તો અમસ્તો હોય છે

એ બધી જંજાળ તો ખુદની નજરમાં હોય છે
જો જમાનો તો સદા મસ્તી ઉભરતો હોય છે

પ્રેમમા આ દિલ ધડકતું એક એના નામથી
બંધ આંખોની ઉપર પાલવ ઢળકતો હોય છે

જિંદગીનો જામ અવિરત છલકતો હોય છે
કોણ આ કણકણ મહી હરદમ મલકતો હોય છે?

કોણ મારા રક્તમાં થઈ નૂર વ્હેતો હોય છે?
પ્રશ્ન એવો હ્રદયમા કાયમ કણસણો હોય છે

કિરણ જોગીદાસ"રોશન"

No comments:

Post a Comment