Wednesday, 10 May 2017

ગઝલ

મોજમાં એની સદાએ, એ થરકતો હોય છે!
ને પછી એ  કંઠથી  સૂરે  હલકતો  હોય છે!

સાદગી એની અહો,  છલકે છે કેવા નૂર શી!
દૈવ શો ચ્હેરો  સદા તેજે  છલકતો  હોય છે!

એમ સંસારે રહીને પણ  સદા  અળગો રહે,
જીવ એનો  સાવ સતસંગે  સરકતો હોય છે!

આંખ આડા કાન તો માનવ સદા કરતો રહે,
પણ એ કરમો ની સદા એને ભનક તો હોય છે!

માંજને, સેવા થકી, આ ચામડી નું ઠામ ને
તે  પછી પૂન્યો  તણા કાવા ઘટકતો હોય છે!

સાચની સંગાથમાં જે જીવડો જીવ્યો સદા,
સાવ એનો સાદ  ચોખ્ખો ને રણકતો હોય છે!

જંગલે, પ્હાડે ભમે છે 'મસ્ત' થઈ જે જોગટો
અલખ કેરા નામની  એને સનક તો હોય છે!

પરખ એની હોય કરવી તો, જઈને તાગ લે!
બોડમાં બેઠેલ સાવજ શો ડણકતો હોય છે!

--------------હેમા ઠક્કર "મસ્ત"  ------ 9--5-2017

No comments:

Post a Comment