Friday, 12 May 2017

અછાંદસ

એક અછાંદસ.

ભુખ.

લ્યો ફરી પાછો આજ રોડ સાઈડની તૂટેલી રેલીન્ગ પાસે આવી ઉભો.
     
આટલા બધા પગ છે સતત દોડી રહ્યા છે
બધાની શું મંજિલ નક્કી છે ખરી?
બે ઘડી પણ અહી કેમ કોઈ રોકાતું નથી .

આ ધૂમ style  માં નીકળ્યું બાઇક ,
મરવાની આટલી ઉતાવળ શા માટે હશે .
મારી પિચકારી તમાકુના માવની ,

જમીન પર પડેલા દાગને તાકી રહ્યો.

ફરી વાગી મોબાઇલ ની ઘંટી,
હાથ પહોંચતાં પહેલાં જ મિસ કોલ થઈ ગ્યો.

આવુ તો રોજ થાય છે.
કયાં કોઈ વાત કરાવાય માગે છે.

કેટલાય હાથ તેજ  ગતીમાં ઊંચા થઈ ચાલ્યા ગયા,
હાથથી હાથ મિલવવાની
ઇચ્છા
કેમ કોઈને થતી નથી.

ચલો મારોય હવે આ ભીડ ને ચીરી ને જવાનો સમય થઈ ગયો,
હોટલના Waiter નો કર્કસ અવાજ હવે પેટમાં સંભળાય છે.

આ લાગેલી ભુખ ને કેમ કોઈ ભાંગતું નથી.

       દિલીપ ઠકકર
        આદિપુર

No comments:

Post a Comment