*_ગઝલ_*
રાહમાં મારી અચાનક જો તમે આવી ગયા,
આ બધાં રસ્તા ભલે અઘરા ! મને ફાવી ગયા,
આમ અંધારું સતત હેરાન કરતું ઘર મહીં,
સુર્યના આ કિરણો મુજ દ્વાર ખખડાવી ગયા,
માત્ર તારો છું, અને તારો જ રહેવાનો હતો,
તેં છતા મારા પ્રણયને કેમ દૂભાવિ ગયા!
આજતો તેઓ અચાનક સ્વપ્નમાં આવ્યાં હતાં,
આજ વર્ષો બાદ અનહદ પ્રેમ છલકાવી ગયા,
આમતો હું એકલો તડપ્યો હતો આ પ્યારમાં,
ફક્ત આલિંગન કર્યુંને એય તડપાવી ગયા,
સાથ પ્રિયે હોય તો ઇશ્વર મને નાં જોઈએ,
એ પછીતો ઝેર કડવું સર્વ ગટકાવી ગયા,
પ્રેમમાં જો મોત આવે તોય ચિંતાના રહે,
સાથ સાથી જો મળ્યો તારો, અમે જીવી ગયા!
*_હર્ષ . " સાથી "_*
No comments:
Post a Comment