Wednesday, 10 May 2017

અછાંદસ

કવિતા...

કવિતા અને અા કાગળ
મારી આંખ ભીની ચાદર,
ખોવાયેલા મળેલા કેટલાય આંસુઓના બનેલા મોતી જેવડા શબ્દો...!
ટપ-ટપ લખાતી મખમલી મોસમ .. પાંનખરમાં પડતા એક-એક પાંદડાની પથારીયે ઝાકળના ઝરણાં
કોઈ એક સમયની સાથે
આ કવિતાના કુમળા કાગળમા કોળાતો મોરપંખ જાણે કુંપળ..!!
વનરાઈનો  જુલતો તોરણિયો જાણે
માંડવે બેઠેલો પોપટ લીલો..
કવિતાનો ફરતો મર્મ જ જીલો..
હુ તારી વાતે..!
શૈશવ થતી
યૌવન થતી
પૌઢ થતી
કવિતાના પારણે ગવાતી..
બારણે લખાતી
ઉમ્બરે ઉભેલી છતાં દૂર ડૂબતા સૂરજની આંખે આભલા થઈ ચમકતી રાત જેવી જ
કવિતા...
પૂર્ણ કળાએ કળાતા ચન્દ્રમાં અને
બીજ બનેલી પ્રહરની પ્રસ્તાવના,
સકળ વિશ્વની ખરતી એક-એક પાંદડીએ ગુંથાતી વેણી જાણે
ખીલતા પુષ્પોની મહેક  ..!
ઝડ,ચેતન અને અસ્તીત્વના વમળોમાં સર્જનહારનુ સર્જન
જાણે અેક અનુકરણ કરતી
કવિતા...
મારી ,તારી અને સૌની વાત સાખે
વહેતી સરીતાની આંખે..
ખાલીપો ખળખળાવતી રાખે..
માનસરોવરના મોતીડા બનેલી આંખ અને કવિતા ..!
સંવેદનાનો દરિયો..
માણેક -મોતીડે ભરીયો અને
કવિતાથી કાગળ ધરતીનો જાણે
આંખ ખડિયો..

જાગૃતિ મારુ મહુવા "જાગુ"
તા-10-05-2017
સમય:-મધ્યરાત્રી 12:00

No comments:

Post a Comment