Wednesday, 10 May 2017

અછાંદસ

સમજાતું , ગમતું, પણ
કેમેય કરીને ના જીવતું
આ સત્ય જીવતરને શોભાવતું.
કડવું લાગતું તોય યુગે યુગે બોલાતું
હા ! બહુ ઓછાને પચતું
પણ આ સત્ય જગની સેહત સુધારતું .
લગભગ બધાને ખુંચતું
બહુ ઓછાને જચતું
તોય યુગે યુગે આ સત્ય આધારભૂત ગણાતું.
કઠોર લાગતું જીવવું
પણ ભગવાન બુદ્ધે જીવી બતાવ્યું
ગાંધીએ જીવતરે સજાવ્યું
મંત્રરૂપે અપનાવ્યું
આ સત્ય સજીવન કરી બતાવ્યું.
જાણે છે જગ "નીલ"
પણ ના જાણે કેમ??
હર લોકે આ સત્ય કેમ ના પચાવ્યું?
     રચના: નિલેશ બગથરીયા.
                "નીલ"

No comments:

Post a Comment