Monday, 8 May 2017

ગઝલ

તરફડ્યો છું તને મળવા ને એમ
પાણી વગર માછલી તરફડે જેમ

એક એક ક્ષણ વિતાવી છે એમ
મરતો માણસ જિંદગી ઝંખે જેમ

ઝંખના એ જિંદગી જલાવી એમ
નશ્વર દેહ ચિતા પર સળગે જેમ

જીવવું હતું જીવન તારી સંગ એમ
સારસ ને સારસીની જોડ જીવે જેમ

જીવે તો છે સતીષ આજે પણ એમ
કોઈ દર્દી કોમામાં સરી પડ્યો હોય જેમ

                            - સતીષ સખીયા

No comments:

Post a Comment