એક લેખણ એક પાનું જોઇએ
કાવ્યનું વળગણ સદાનું જોઇએ
ઘર ભલે નાનું હો તું ચિંતા ન કર
તારું મન મોટા ગજાનું જોઇએ
મુદ્દતોથી એમને જોયા નથી
એમને મળવા બહાનું જોઇએ
સાવ તો સસ્તી નથી કંઇ લાગણી
પામવા અંતર મજાનું જોઇએ
ભોગવે 'શબનમ' ખુશીથી એને પણ
રૂડું બસ કારણ સજાનું જોઇએ !
- શબનમ
No comments:
Post a Comment