*ગીત*
ધરમની લઈ ધજા ફરે છે,
રોજ એક અર્જુન તૈયાર કરે છે...
વાત નથી એની ખાલી ઠીબ,
ગીતાના સારની તેમાં છે રીત,
ધર્મનો છાંયડો લઈ ફરે છે,
રોજ એક અર્જુન તૈયાર કરે છે....
ઘર ઘર અર્જુન વિષાદ છે,
આસપાસ દુશ્મન હજાર છે,
શબ્દોનું લઈ હથિયાર લડે છે,
રોજ એક અર્જુન તૈયાર કરે છે....
સંસ્કારમાં ઊભી ઘરની ભીંત,
સરસ્વતી ભાંગે જીવનની ભીડ,
કર્તવ્યની આગમાં બળે છે,
રોજ એક અર્જુન તૈયાર કરે છે....
ધરમની લઈ ધજા ફરે છે,
રોજ એક અર્જુન તૈયાર કરે છે....
કાજલ કાંજિયા 'ફિઝા'
6/5/2017
No comments:
Post a Comment