લાગણીઓ આમ હરતી ફરતી મળે ;
પ્રેમમાં પાગલ જો કોઈ હસ્તી મળે .
પ્રત્યેક શ્વાસનો હિસાબ રાખે છે,
જિંદગી જાણે કે જબરજસ્તી મળે .
વાસ્તવિકતાની ક્ષિતિજ ઓળંગો ;
પછી પ્રેમ તણી આખી વસ્તી મળે!
નાના ઝરણાથી શરુ થયેલી નદી,
સાગરને પામવા ધસમસતી મળે.
શુષ્ક ઝાંઝવા ને જીવન એક રણ !
ભીંજંવી નાખે, આંખ વરસતી મળે !
હિમાંશુ મેકવાન
૩૦.૦૪.૧૭
No comments:
Post a Comment