Monday, 8 May 2017

ગીત

હરિ કરે તે ખરી...!!
એની થાય ના બરાબરી...!!
હરીનું ધાર્યુ આખરી
ચાલે ના આપણુ જરી...!!
મનવા..હરી કરે તે ખરી....

હાથ હલાવો કે હલેસા
તર્યા વિના ના આરો
હસતાં કે રડતાં તરવો
ભવનો દરિયો ખારો
ભવસાગરનો ભોમિયો
સાચો છે એક હરી...
મનવા.....હરી કરે તે ખરી....!!

જીવતરની આ રાહમાં
ચાલવું શું વિચારી?
સોંપી સઘળુ શ્યામને
થઈ જા તું અલગારી
હજાર હાથ વાળો સંભાળે
પછી જીવવુ શું ડરી ડરી
મનવા..... હરી કરે તે ખરી..!!

કિરણ જોગીદાસ"રોશન"

No comments:

Post a Comment