Tuesday, 2 May 2017

ગઝલ

અવતાર...ગઝલ...

માનવીના મન સુધી જે પહોચવા ફાવ્યા હશે..
અવતરણ કરતા જ તેઓ એકલા ચાલ્યા હશે..!!

કર્મના બંધન હશે, એ જાણવાની જરુર ક્યાં..!!
જે હશે તે ચોપડે ચિત્રગુપ્તજી લાવ્યા હશે...!!

એક યુગ આખો જે પલટાવી ગયા એ ઋષિઓ..
જોશ સાથે એમના અરમાન દફનાવ્યા હશે..!!

વિધિ લખેલા લેખમાં પણ મેખ મારી ચાલતા..
સાવ સામાન્ય બની માનવને બદલાવ્યા હશે..!!

ભોમ છે "ગુજરાતની" માથે ચડાવી રેતને..
આ "જગત"માં આમ અવતાર થઇ પૂજાયા હશે..!!".jn

Galgaga..1..galaga

No comments:

Post a Comment