Tuesday, 2 May 2017

ગીત

આજના  ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે ( પહેલી મે 1960 )  શુભ અવસરે   એક ગીત મારી કલમે......

....જય....જય....ગરવી......ગુજરાત......

......... ગમે તો લાઈક  કરજો...........?

કેવી મીઠુંડી ભાષા મારી ગુજરાતી,
એતો મમતા કેરી મૂરત  રે,
ભાષા મારી  ગુજરાતી.......
               કેવી મીઠુંડી.........

મને વ્હાલો લાગે એનો  લહેકો,
એના ખોળલે રમતાં બાળકો રે.
ભાષા મારી ગુજરાતી..............
             કેવી મીઠુંડી..................

હું  ગુર્જરભૂમિનો ગુજરાતી,
મારા રગેરગમાં સમાણી રે.
ભાષા મારી  ગુજરાતી........
              કેવી મીઠુંડી...........

ગુજરાતી ભાષા મારું આભૂષણ,
શોભતી અંબર થઈ દલડે રે.
ભાષા મારી ગુજરાતી..........
               કેવી મીઠુંડી...........

ધબકારો એ મારા ઉરનો,
એતો ફૂલડા થઈને મહેંકી રે.
ભાષા મારી ગુજરાતી........
               કેવી મીઠુંડી.........

કવિઓએ ખૂબ એને વાગોળી,
ગજલો-ભજનો થઈ ગહેકી રે.
ભાષા મારી ગુજરાતી...........
               કેવી મીઠુંડી.............

મારી માતાનું ધાવણ ગુજરાતી,
હાલરડુ થઈ એ ટહુકી રે.
ભાષા મારી ગુજરાતી....
              કેવી મીઠુંડી........

પતનના આરે ઉભી ગુજરાતી.
જતન કરો એનું જીવથી રે..
ભાષા મારી ગુજરાતી........
               કેવી મીઠુંડી...........
          -જાલમસિંહ  વાઘેલા

No comments:

Post a Comment