Tuesday, 2 May 2017

અછાંદસ

*માય ડીઅર જિંદગી*

કયાં ખોવાઈ છે તું?
નથી કયાંય મળતી ?
ફોન કરું , મેસેજ કરું
તારો નો રીપ્લાય?
ઓહ માય ડીઅર જિંદગી !
હું તને જ તો પુછું છું.
તારો લડવાનો *જોશ* ,તારું જીતવાનું *ઝનૂન*...
કયાં ગયું આ બધું ?
તું તો મારી પ્રેરણા ...
મારી હિંમત.
તો
અચાનક તું કયા ગાયબ?
મારી મિત્ર મારી સહેલી મારી આત્મા...
હા!
મારી અંતરાત્મા...
તારા વગર ...મારી જિંદગી .
અહસાસ વગરનું હૈયું ..
સ્પંદનો વગરનું મન.
સત્ય અસત્યની પરખ,
દયા, માયા ,મોહ, મમત્વ ,
ક્રોધ, મદ, માન, અપમાન,
ધર્મ , અધર્મ તારી જ તો દેન.
ઓ જિંદગી..
માય ડીઅર જિંદગી..
ભરી દે ફરી જોશ  ઝનૂન !
માય જિંદગી...
માય ડીઅર જિંદગી..

કાજલ
કિરણ પિયુષ શાહ
01/05/17

No comments:

Post a Comment