આજ માનવ ને મુક્ત થવા દે ને,
એકાદ પળ આનંદની માણવા દે ને.
હોય નાતાલ,હોય વષૉન્ત કે દિવાળી,
ધુળ ઢેફા કે રંગોની ધુળેટી કે હોળી.
નથી સચવાતા સંબંધ કે વહેવાર, ઉજવવા દે પારકા કે પોતિકા તહેવાર.
આનંદના ડુમાઓથી તરબોળ છે,
જવાબદારીઓથી પૂરેપૂરો ભરપૂર છે.
રાત દિવસ ચિંતાઓમાં ખવાતો,
બની ઓશિયાળો જીવન ગુજારતો.
આજ માનવ ને મુક્ત થવા દે ને,
એકાદ પળ આનંદની માણવા દે ને.
-સંદિપ પટેલ"કસક"
No comments:
Post a Comment