હતી કોરો કાગળ ,જાણે
પાણી વગરનું વાદળ ..
કોઈ લખી ના શકતું તો કોઈ
વાંચી , તો પણ વાટ જોતા ખરા .....
લખાતી ત્યારે પણ ભીંજાતી અને વંચાતી ત્યારે પણ ....
નિર્જીવ હતી છતાં લાગણીઓ ઓછી નોતી સમાવી હૈયામાં ....
પણ ટેક્નોલોજી આવી ને
ક્યાંક ખોવાય ગઈ છું હું !
ન મારી જાત મને શોધે છે
ન બીજું કોઈ .......ક્યાંક કોઈ હૃદય ના ખૂણે હજી ધબકી રહી છું ,એટલેજ આજ ઉલ્લેખાય રહી છું .. આટલા જ શ્વાસ લઇ ને આવીતી હું ,હવે જઉં છું ,પણ હા સમય મળ્યે એક વાર તો લખી જોજો ચીઠી તમારી જિંદગીની ..................
આશિષ અઘેરાં "મુસાફિર"
No comments:
Post a Comment