સ્વરચિત અછાંદસ કાવ્ય
"માણસ છું ,ભાઇ માણસ છું "
આમ પથ્થર બની કયાં સુધી જીવું ?
હું પણ સંવેદનશીલ
માણસ છું ,ભાઇ માણસ છું
ઇચ્છાઓ ની ઝોળી લઇ
સંસાર બજારે નીકળ્યો છું
માણસ છું ,ભાઇ માણસ છું
સંધષોના ખાડા ખોદી
પેટ નો ખાડો પૂરવાબેઠો છું
માણસ છું ,ભાઇ માણસ છું
રંગ રંગ ના મહોરા પહેરી,
જગને લૂંટવા બેઠો છું
માણસ છું ,ભાઇ માણસ છું
ભૂલી ગયો જે ભીતર બેઠો
તીરથ ફરવા ઉપડયો છું
માણસ છું ,ભાઇ માણસ છું
ના પિછાણી જાતને ખુદ
અંહકારની રજાઈ ઓઢી
બેઠો છું
માણસ છું ,ભાઇ માણસ છું
દીપાંજલી 2/5/2017
(સ્વરચિત) દીપાબેન શિંપી
No comments:
Post a Comment