ગઝલ
હોય છે પ્રત્યક્ષ તોયે આંખને દેખાય તોને,
જીવવાના સૌ રહસ્યો શ્વાસને પરખાય તોને.
મીણબત્તી શી જલાવી જાત ત્યારે ઝળહળી છે,
એ પછી પણ મારી સમજણ એમને સમજાય તોને.*
કુંડળીને વાત કરતી જોઈ છે અંજળ વિશે પણ,
જિંદગીભર સાથ દેવા હાથ આ લંબાય તોને.
થીગડાં માર્યા છતાંયે ફાટતી કાયમ રહે જે,
એ જળેલી લાગણીઓ સોયથી સંધાય તોને.
બુદ્ધનો ઉપદેશ આપ્યો છે ઘણીયે વાર એને,
કિન્તુ કંટકનું વલણ થોડુંક પણ બદલાય તોને.
જિજ્ઞા ત્રિવેદી ૧૭/૦૩/૧૮
No comments:
Post a Comment