Tuesday, 27 June 2017

ગઝલ

હું જાણું મારામાં કેશવ, રાધા તું તારામાં,
રાશ રમે તું મારામાં, રાશ રમું હું તારામાં.

ઢોલ, નગારા, ઝાલર વાગે દિલના ખૂણે ખૂણે,
તું જો ઘી પૂરે તો, દિપ પ્રગટાવું હું તારામાં.

સાવ હવે તો મૌસમની રમઝટ જામી છે ભીતર,
તું આપે જો વાદળ, આપું હેલી હું તારામાં.

દ્વારે કાગો બોલે મીઠું, વાવડ છે યાદોના,
ફૂલ બિછાવું મારા દિલથી દિલ તક હું તારામાં.

આમ જ સંતાઈને શું કરવાનું કાયમ કાયમ,
થોડી પળ તું મારામાં થોડી પળ હું તારામાં.

@ જયલા

No comments:

Post a Comment