છું ના ભલે ચોમાસુ
પણ ભીનાશ ભરીને આવ્યો છું.
આવો તન મનથી ભીંજશું
વરસવા આજ વાદળ બની આવ્યો છું.
સૂકી ક્ષણોને કેજો અલવિદા
ઉગતી કૂંપણનો સમયખંડ બની આવ્યો છું.
વાવેતરની તૈયારી રાખજો
વરસાવવા હરિયાળી ધોધમાર બની આવ્યો છું.
ઝીલાય તો ઝીલજો આંખે એકવાર
બુંદે બુંદ શમણાંની મોસમ બની આવ્યો છું.
જગાડજો નિર્દોષ એષણાઓ
વહેતા ગલીના નીરે એક કાગળની હોડી બની આવ્યો છું.
મૂંઝાશો નહિ "નીલ" તરી જવાશે ચોક્કસ
હું તો હવે પતવાર મજબૂત બનીને આવ્યો છું.
રચના: નિલેશ બગથરીયા
"નીલ"
Tuesday, 27 June 2017
અછાંદસ
Labels:
નિલેશ બગથરિયા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment