એક પાછળ એક બસ પડતા રહ્યાં,
આ દુખોથી કાયમી લડતા રહ્યાં.
સાવ સાચા જે હતા મોતી સમા,
આંખમાંથી આસુઓ દડતા રહ્યાં.
મેં છુપાવ્યા લાખ યત્ને જેમને,
ભર બજારે એજ એ જડતા રહ્યાં.
દૂર દૂર થતો ગયો મનથી એના,
સ્વપ્નમાં આવી મને અડતા રહ્યાં.
લાલ જાજમ પાથરી દિલમાં તમે,
કૈક કાંટા રાહમાં નડતા રહ્યાં.
જયેશ પ્રજાપતિ "જયલા"
No comments:
Post a Comment