Tuesday, 27 June 2017

ગઝલ

પાઘડી છીએ કે ના ફેટા અમે,
માત્ર મારી માતના  બેટા અમે.

હોય વાણી છો ભલે કડવી સદા,
ગોળ જેવા એકદમ મેઠા અમે.

બાળશો તો ફૂટશું કાયમ અમે,
છીએ સાવ સ્વભાવથી ટેટા અમે.

ભોજન બત્રીશ પિરસી દીધા ભલે,
ના કર્યા આ હાથને એંઠા અમે.

લોભ લાલચ મોહ માયા ને ઘણું,
આ બધીએ વાતથી છેટા અમે.

તે હત્યા દિલની કરી નાખ્યા પછી,
ત્યાંજ વળ ખાઈ પછી બેઠા અમે.

જોઇ લીધા ઘાવ સઘળા દિલ મહી,
બારણામાં ત્યારથી પેઠા અમે.

એક પાછળ એક બસ પડતા રહ્યાં,
લાગણીના આ કુવે ઘેટા અમે.

દેખ "જયલા" પીઠને સંભાળજે,
લે ઉભા આ મારવા ભેટા અમે.

જયેશ પ્રજાપતિ "જયલા"

No comments:

Post a Comment