થયા છો રૂબરૂ મનભરી મળી લેવું છે
બાકી આ રોજ રોજ મળવું messge માં આભાસી જેવું છે.
selfy ન જાણે વળગણ કેવું છે !
નઝર સામે ત્રાંસી નઝરે poze આપ્યા જેવું છે.
સ્ક્રીન પરનું touching જરા મૂકી
જરાક તો જરાક touch માં રહેવા જેવું છે.
emoji એટલો ભાવ વ્યક્ત કરી શકે ભલા?
ઈમોશન માં થોડી વાત કરવા જેવું છે.
jsk ને gm જરા જામતું નથી
મળી સામે જય કૃષ્ણ ..રામ રામ કરવા જેવું છે.
વાતો સાથે ભલે દેખાય ચહેરો સામે screen પર
પણ આમ આંખ માં આંખ પરોવી વાત કરવા જેવું છે.
mobile સાથે બની યાંત્રિક પડવું એકલા પાલવે ના "નીલ"
હજીયે પાદરના ઓટલે ડાયરામાં કદી મળવા જેવું છે.
રચના: નિલેશ બગથરીયા
"નીલ"
Tuesday, 27 June 2017
અછાંદસ
Labels:
નિલેશ બગથરિયા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment