Tuesday, 27 June 2017

ગઝલ

માનવ નામે છળ સરનામું!
અણધારી અટકળ સરનામું!

સાવે અંધારે રે'વું  ના,
હોય ખરું પોકળ સરનામું!

બે'ક કરી લો  કર્મો સારાં
એ જ ખરું  પ્રબળ સરનામું!

શાંતા આપે મનને જીવણ,
મંદીર છે, મંગળ સરનામું!

થાકી, હારી પાછાં વળશે,
શ્વાસો આ કોમળ સરનામું!

-----------હેમા ઠક્કર "મસ્ત "          20-6-17

No comments:

Post a Comment