જનમ-સહકાર..!
સિતારા અમારી આંખમાં
ચળકાટ કરતાં ..
આરંભે અને..!
દિવસ આજ અનોખો અખંડ
જાણે આખે આખો ગ્રહ થયો ! અવનિ અંક...!
'ગઝલ અસાધારણ "ઘારણ કરતા અને ..
પુષ્પોની સુવાસને વઘાવતા રુપ ચંદન ચહેરો જાણે
લલાટનાં ચાંદલે કંકુનાં કળશ મૂકાતા કમળ કૂંભ...
યોગ ...!
મહેફીલની બહાર
તરલ' તરણાઓની વચ્ચે
યુવાન થતી છાયા
અને
જરમર વરસતી વરસાદની માયા..
હરખાતી નદીયોના રોમ-રોમમાં
શ્વેત ધારા !
વળાકો લય-વલય ઝણકારે..!
જનમ !!
જગતનાં અણસારે..
ઉદય થયો
પ્રાર્થનામાં પ્રગટાવેલ દિવાના અંજવાળે દોરેલી
દરિયાની અગણિત તરંગો
ફરતા ધવલ રંગો..
પવન વીણા વગાતી દિશાઓ જાણે પકૃતિના ખોળે અવતરતા અંગો અને
ગજલ ગણિતનો આકાર લેતુ..
"મીણ નો માર્ગ'
પંડિતની પોથી"
જાણે 'તરલ' સ્નેહ સાકાર સેતુ
જનમ લેતા શબ્દનો સુવાળો
સમુહ શણગાર ધરીને..!
ગઝલમાં રમણ કરતી
સાક્શાત શારદા એટલે?
જનમ
સાહિત્ય કર!!-સા-હિત-કર
અવતાર
તરલ..
તરલ..
સહકાર...
જાગૃતિ મારુ મહુવા "જાગ"
તા 21-6-5017
સમય:-11:15 રાત્રે
No comments:
Post a Comment