હાસ્ય પણ યોગ છે. એક હાસ્ય કવિતા.....
રોજ આડેધડ ભોગ કરો છો
વાહ રે! આજે યોગ કરો છો!
મહા મુસીબતેે પલાંઠી વળાય છે,
ને આસનોના ઢોંગ કરો છો!
ધ્યાન ધરવા બેઠા હજુ તો,
અડધી આંખે લોગ કરો છો.
કમરથી તો વળાતું નથી જરાય,
મણ ખાવાનું ઉઘાડે છોગ કરો છો!
હાથ હલાવો, 'યોગ ડે' છે!
'ચરબી નો કાં સોગ કરો છો!
જિજ્ઞાસા છાયા ઓઝા
No comments:
Post a Comment