Tuesday, 27 June 2017

ગઝલ

ખલાસી વિના પોક મૂકી રડી છે.
નદીને અટૂલી જે હોડી જડી છે.

હતી સૌ બનાવટ કપટમાં ફસાઈ,
હવે એ બિચારી વમળમાં પડી છે.

હઠીલી બનીને ઉભી મધ દરીયે,
તુફાનોની સંગે જો જંગે ચડી છે.

સતત જે હૃદય સમ ધબકતી હલેસે,
છતાં પણ ઉછળતી લહેરે નડી છે.

ઉતારી ઉધારી હરીના ચરણની,
અને આજ ખુદના જ નીરે સડી છે.

-શગ

No comments:

Post a Comment