Tuesday, 27 June 2017

અછાંદસ

*તારી સાથે...*

કહેવાય કે..
અમાસની આ રાત આમતો..
વરસે 12 જ આવતી...
પણ ..
ચક્ર રાત દિનનું ફરતું જ રહેતું..
પણ..
આ તિમિરના ઓછાયા લંબાયા..
તારા જવાથી...
ચાંદની રાત બની દુશ્કર..
તારા વિના....
જીવન મારું અંધકારમય...
પુનમની રાત તો આવેને જાય..
પણ મારી આ અમાસની રાત્રી પૂરી જ ના થાય,
ચાંદની શીતળ મધુકર ..
દાહ જગાવતી..
પ્રેમ અગ્ન રોમરોમ પ્રજલાવતી...
તારા દર્શન , સ્પર્શની  ચાહ જાગતી..
તડપ આ પ્રિય મિલનની...
કેમ રે સમજાવું ?
સ્નેહનો સાગર ...
કયાં રે ખોવાયો?
ભરતીની રાહમાં ઓટ જ આવતી.
જયાં..
પુનનની રાત .. ચાંદની રાત .
તારી સાથે જ આવતી...

કાજલ
કિરણ પિયુષ શાહ
21/06/17

No comments:

Post a Comment