Tuesday, 27 June 2017

ગઝલ

સાતમું આકાશ ઓઢાડું તને
ઘાસની જાજમમાં પોઢાડું તને

મનગલીમાં રાખવાની ચીજ તું
આ સ્થળેથી હું નહીં કાઢું તને

મૌનની ગુફાનો હું કેદી ભલે
સાંભળે તો એક બૂમ પાડું તને

આપજે ખુશ્બૂની હોડી તું મને
મેં દીધું છે ફૂલનું ગાડું તને

આવવું પડશે તને ‘રાહી’ સુધી
તું કહે તો સ્વપ્ન પહોંચાડું તને

- એસ. એસ. રાહી

No comments:

Post a Comment