૧
નિંદરથી જાગો જોગંદર
ભેદ-ભરમ તાગો જોગંદર
હાલો, હક માગો જોગંદર
કામે ઝટ લાગો જોગંદર
ગાવું મન મૂકીને ગાવું
ચાહો તે રાગો જોગંદર
દુનિયા કો ક્યા કર સકતે હો?
દિલમેં કુછ દાગો જોગંદર
માગી લે અમથું અઢળક અે
જનમોથી નાગો જોગંદર
સૂરો ને શૂરોની વચમાં
જંતર થૈ વાગો જોગંદર
૨.
મરવું તો છે તય જોગંદર
કોનો છે લ્યા ભય જોગંદર?
ઊંચી ઊંચી ઊંચી ટૂકો
જઈને બોલો જય જોગંદર
ખુદથી ખુદ સંતાઈ ગયા છો
ચાલ રમો છો કઇ જોગંદર?
જીવન જીવન જીવન સુપણાં
બાત કરો કો' નઈ જોગંદર
બદલો બદલો બદલો ચાદર,
ચાદર જૂની થઈ જોગંદર
આધી સે ક્યા લેના દેના
આધી તો બીત ગઇ જોગંદર..
શું ક્હેવું ને કોને ક્હેવું?
શોધો નમણાં લય જોગંદર
મરવું તો છે તય જોગંદર
શોધો નમણાં લય જોગંદર...
૩.
લખ્યું છે ભાલે જોગંદર
ગાતો અે તાલે જોગંદર
અમલ-પિયાલા ભરભર પીધા
છલકાયા પ્યાલે જોગંદર
કઇ બરસોં કે બાદ હુઆ હૈ
આવ્યા છો ખ્યાલે જોગંદર
દુનિયાની ઠકરાત ડેલીઅે
આપ બડે વ્હાલે જોગંદર
છાંડી-છોડી દો સબ ચર્ચા
સચ સચ્ચા કાલે જોગંદર
નાચો નાચો નાચો મબલખ
થૈ થૈ -ના તાલે જોગંદર
સચ સામે અયેગા અપને
લખ્યું છે ભાલે જોગંદર
૪.
કાપો મા કાચું જોગંદર
જે છે તે સાચું જોગંદર
અેવા દ્વારે ઊભો રાખો
જઈને હું જાચું જોગંદર
અેસી બાની કોઇ સૂના દે
ભીતરથી નાચું જોગંદર
મેરા તૂ હો કે દિખલા દે
બીજું શું યાચું જોગંદર?
જેને કોઇ બીજાં ના સમજે
અે રીતે વાંચું જોગંદર.
5.
જાણે તે જોગંદર અવધુ
માણે તે જોગંદર અવધુ
જેના પર છે શ્રદ્ધા બેઠી
ભાણે તે જોગંદર અવધુ
શ્વાસો પર શ્વાસો ચાલે છે
માણે તે જોગંધર અવધુ
ધૂણી તો ધૂણી છે આખર
છાણે તે જોગંધર અવધુ
સબ પર હૈ સિંદૂરી છાયા
પાણે તે જોગંધર અવધુ
છોડ ચલે તીર તરકશ ભાલા
બાણે તે જોગંધર અવધુ
ચિડિયાં ચુભ ગઇ ખેત સભી કા
દાણે તે જોગંધર અવધુ
જીસકા હૈ વો ઉસકા હી હૈ
નાણે તે જોગંધર અવેધુ
મેરો હૈ સો મેરો હી હૈ
તાણે તે જોગંધર અવધુ
- અનિલ વાળા
No comments:
Post a Comment