એક ફુલ ખીલે કળી માંથી,
નદી વહે એક પર્વત માંથી.
સૂરજ ની સાથે આંખ મિચોલી,
કોણ રમે આ ધરતી માંથી?
ઉપાડી કલમ, લઇ કાગળ,
લખી શકાય કંઈ હદય માંથી.
સદા ખીલતું રહે ફુલ એવું,
લાવી શકે કોઈ ઉપવન માંથી?
ભીનાશ આ સબંધ ની કેમ ની,
રહી જાય કોરી લાગણી માંથી.
નીકળી પડે અમસ્તા અશ્રુ બે ચાર,
આંખ ની આ ખુલ્લી બારી માંથી.
હસતુ ગાતુ એક નગર આખું,
દેખાય એવું ત્યાં ક્ષિતિજ માંથી.
લોભ, લાલચ ને ઈર્ષા બધું જ,
નીકળી શકે કંઈ માણસ માંથી?
શું લખે છે, કેમ લખે છે 'ધર્મ'?
પૂછી શકે આ પ્રશ્ન કોઈ હદય માંથી.
~ધર્મેન્દ્ર સોલંકી.
૦૯:૨૩, ૨૦/૦૬/૧૭
No comments:
Post a Comment