Tuesday, 27 June 2017

છંદ

*છંદ : અનુષ્ટુપ*
*(નમું નમું પ્રભુજી)*

નમું  નમું  પ્રભુજી હું  તારા  વિના  કશું નથી,
માનું તો અંશ  સૃષ્ટિમાં ના માનું તો કશે નથી,

કોણ કહે  હવા  છે તું!  તારાથી તો  વહે હવા,
જળ જમીન માટીમાં ભરે છે કોણ  સત્વ ત્યાં,
રહે  અંધાર  ચોપાસે   તેજ:પુંજ   જડે  નહીં,
જો  ના ચમકતો ચાંદો  પૃથ્વી  શીતળ ના રહે,

ના  જાનવર  ના  પંખી  શૂન્યાવકાશ  ચૌદિશા,
જીવ  વિના  અરેરેરે!  વ્યગ્ર  છું  કલ્પના  કરી,
તું  રુઠે  નાશ  વેરે  ને  ચાહી  લે  તો ઉગારતો,
હું  જીવું  ને બધાં  જીવે  મોટા ને સૂક્ષ્મ કીટકો,

નમું  નમું  પ્રભુજી હું તારા  વિના   કશું  નથી,
માનું  તો  અંશ સૃષ્ટિમાં ના માનું તો કશે નથી.

*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*

No comments:

Post a Comment