ઘણીવાર સિક્કો ઉછાળીને જોયું,
મને મેં દઈ હાથતાળી ને જોયું.
સજાવ્યુ હતું રાતના અંધકારે,
સવારે જ મેં સ્વપ્ન બાળીને જોયું.
મિટાવાના યત્ને વકરતુ જ ચાલ્યું,
દવા શું દરદને ઉકાળીને જોયું.
હું અંધારની એક ચટ્ટાન જેવો,
અને તેજને ગાળી-ચાળીને જોયું.
મૂકો મારા મસ્તક ઉપર પગ કદાચિત
છું હોડી એથી પગ પખાળીને જોયું
ભરત ભટ્ટ
No comments:
Post a Comment