શ્વાસો ધબકે ગીતો ગાતા ,
તું મારું સાન્ભળ સરનામું .
ફૂલે ફૂલે વિષ્ણુ વસ્યા
ખિલ્યો હું શ્રીફળ સરનામું .
કણ કણમાં હું ધબકુ રોજે
અલ્લા મા શામળ સરનામું.
છે રંગેલા શબ્દો તારા ,
ઘર તારું કાજળ સરનામું .
માનવ કરતો ઈશ્ક નામે ,
એ તારું પોકળ સરનામું .
અલ્લા તારું પત્તે પત્તે ,
છે લીલી ઝાકળ સરનામું .
વર્ષા આવે ધરતી માટે,
વૃક્ષો ઘર વાદળ સરનામું .
ભક્તો ગાતા ભક્તિ નામે ,
એ ખોટું બેહળ સરનામું .
બાળક શ્વાસે ગાતાં મા , મા ,
એ સાચું પ્રેમળ સરનામુ ..
શ્વાસો બાળી આરત કરતો ,
ઘર સળગે ગૂગળ સરનામું.
ડુંગર ના કણમાં નોંધેલુ ,
છે ઝરણું ખળખળ સરનામુ.
છે કાચિન્ડા જેવો માણસ,
એના જેવું છળ સરનામું .
સ્વાર્થી લોકો સૌના માટે,
બાન્ધે છે સાકળ સરનામું .
ગરજે ગરજે બદલે દુનિયા,
માણસની ઓળખ સરનામુ.
ડૉ .સત્યમ બારોટ
9904612517
8487948158
મોટાકોઠાસણા પ્રા . શાળા
તા .સતલાસણા
જિ . મહેસાણા 384330
No comments:
Post a Comment