Tuesday, 27 June 2017

ગઝલ

વારિજ લુહાર સાહેબની પંક્તિ પરથી.
*તારી હથેળી ચૂમવાનો અર્થ બીજો કંઈ નથી.*

જ્યારે ને ત્યારે લાગ જોઈ કાઢતી વારો હવે,
આ જિંદગીને પ્યારથી થોડીક સમજાવો હવે.

તારી હથેળી ચૂમવાનો અર્થ બીજો કંઈ નથી,
કિસ્મત બદલવાનો જરા આવ્યો સમય સારો હવે.

કાયમ ભલે જોયા કરો બારી ખુલી રાખી તમે,
આભાસની એ મોત પાછળ રાહને તાગો હવે.

રોજે દવા મારી કરો છો આ બિમારીની તમે,
પાછા દુઆ કરતા ભલેને આમ રીબાતો હવે.

'આભાસ' આ લોકો ઉતાવળમાં ઘરે આવી ગયા,
ચાલો જવા દો જે થયું,આ લાશ શણગારો હવે.

-આભાસ

No comments:

Post a Comment