Tuesday, 27 June 2017

ગઝલ

હે પ્રભુ

છે  શિખર  ઊંચું, ચડું   શું?
પાંખ  તો  છે  પણ ઉડું શું? #

વાત  હસવાની હતી ક્યાં?
હું  હસ્યો  ના  તો  રડું શુ?

મેં  જ  મારી  જાતે  થઈને
ખાડો  ખોદયો છે, પડું શું?

શું  હતું  જે ખોઉં  મિત્રો?
ખોઈને  મુજને, જડું  શું?

મારી  સામે  દોસ્ત  મારા!
એમની   સામે   લડું   શુ?

કેમ અડવા થઈ ઉભા છો
હે  પ્રભુ? તમને  અડું શું?

નવગ્રહો મુજને નડ્યા ના
એમને  હરિયા  નડું   શું?

- હરિહર શુક્લ
  ૨૩-૦૬-૨૦૧૭

# ગુજરાતી ટીવી સિરિયલ "સાજણ" ના એક સંવાદ પરથી

No comments:

Post a Comment